રથયાત્રાના પાવન પર્વ પહેલા જ સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થતાં 145મી રથયાત્રા માટે પહિંદવિધિ કોણ કરશે તેને લઈને સવાલો ઉઠ્યા હતા. જોકે, ગુરુવારની મોડી રાત્રે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, 145મી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ જ પહિંદ વિધિ કરીને ભગવાનના રથોને પ્રસ્થાન કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોનાથી સ્વસ્થ થઈ ગયા છે અને તેઓ જ પહિંદ વિધિ કરશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.