સમગ્ર મહિસાગર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. શનિવારે રાત્રે લુણાવાડામાં પોલીસ દ્વારા ક્રોસ ફાયરિંગમાં માર્યા ગયેલા કુખ્યાત સાજીદ ઉર્ફે રબડીની દફનવિધિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ મામલે અગાઉ પોલીસ સામે ગંભીર આક્ષેપ પણ થયા હતા.