નેપાળના સિંધુપાલ ચોક જિલ્લામાં રવિવારે સવારે એક બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 14 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે આ બસ કાલિનચૌક મંદિરથી ભક્તપુર પાછી ફરી રહી હતી. જેમાં 40 શ્રદ્ધાળુઓ સવાર હતા. ત્યારે આ બસને અક્સ્માત નડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.