હરણી લેકઝોનમાં બોટ દુર્ઘટનામાં 14 જણના મોત માટે જવાબદાર કોટિયા પ્રોજેક્ટના વધુ ૧૦ ભાગીદારોને આજે વડોદરા કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. અગાઉ બુધવારે ચાર મહિલા ભાગીદારોને હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ કેસમાં કુલ 20 આરોપીઓની ધરપકડ કરાઇ હતી જેમાંથી 14 આરોપીઓ હવે જેલ બહાર છે.