આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ જગન મોહન રેડ્ડીની સરકારમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (ટીટીડી)માં ભગવાન વેંકટેશના દર્શને આવતા ભક્તોને અપાતા પ્રસાદના લાડુમાં જાનવરની ચરબીની કથિત ભેળસેળ થઈ હોવાનો દાવો કર્યા પછી સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો છે. આવા સમયે પણ શ્રી વેંકટેશ્વર મંદિરમાં લાડુના પ્રસાદના વેચાણ પર કોઈ અસર થઈ નથી. છેલ્લા ચાર દિવસમાં મંદિરમાં ૧૪ લાખથી વધુ લાડુનું વેચાણ થયું હોવાનું મંદિર તંત્રે જણાવ્યું હતું.