પશ્ચિમોત્તર બાંગ્લાદેશમાં અજાણ્યા બદમાશોએ શનિવારેની રાતે કેટલાય હુમલાઓ કરીને 14 હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી છે. ઠાકુરગામના બલિયાડાંગી ઉપજિલ્લામાં એક હિન્દુ સમુદાય નેતા વિદ્યાનાથ બર્મને કહ્યું કે, અજાણ્યા લોકોએ રાતના સમયમાં હુમલાઓ કર્યા અને 14 મંદિરોની મૂર્તિઓ તોડી નાખી. ઉપજિલાની પૂજા સમારોહ પરિષદના મહાસચિવ બર્મને કહ્યું કે, અમુક મૂર્તિઓ નષ્ટ કરી નાખી, જ્યારે અમુક મંદિર સ્થળ નજીક આવેલા તળાવમાં મૂર્તિઓ નાખી. બર્મને કહ્યું કે, અપરાધીઓની ઓળખાણ હજૂ થઈ નથી. પણ અમે ઈચ્છીએ છીએ કે, જલ્દી તેમની ઓળખાણ થઈ જાય.