રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના રોહિણીમાં દિલ્હી સરકારના શેલ્ટર હોમ 'આશા કિરણ'માં આઠ મહિલા સહિત ૧૪ લોકોના મોતની ઘટના સામે આવતા હોબાળો મચી ગયો છે. દિલ્હીના મહેસૂલ મંત્રી આતિશીએ આ ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસના નિર્દેશ આપતા ૪૮ કલાકમાં રિપોર્ટ માગ્યો છે. શેલ્ટર હોમમાં ૧૪ લોકોનાં મોતનું કારણ કુપોષણ, દુષિક ખોરાક અને પાણી તથા વાસી ખોરાક હોવાનું મનાય છે.