છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણથી લઈને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે. ગુજરાતમાં મુશળધાર વરસાદના કારણે 14 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં જૂનાગઢથી જામનગર સુધી મુશળધાર વરસાદના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને ભારે વરસાદને પગલે રસ્તાઓ તેમજ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ રાજ્યના 200 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે અને હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી