ભારતના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડના માન જિલ્લામાં શનિવારે સાંજે સલામતીદળો દ્વારા કથિતરૂપે કરાયેલી ગોળિબારની બે ઘટનામાં ૧૩ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા અને ૧૧ને ઈજા પહોંચી હતી, જેમાં પહેલી ઘટના ખોટી ઓળખનો કેસ હોવાની સંભાવના છે, જેમાં છ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટના પછી ગુસ્સે ભરાયેલા ગ્રામવાસીઓએ સુરક્ષાદળોના વાહનો સળગાવી દીધા હતા અને તેમના હુમલામાં એક જવાનનું પણ મોત નીપજ્યું હતું. આત્મરક્ષામાં સલામતી દળોએ કરેલા ગોળીબારમાં વધુ સાત નાગરિકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના પછી આ વિસ્તારમાં વાતાવરણ તણાવપૂર્ણ થઈ ગયું છે. બીજીબાજુ રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય એસઆઈટીની રચના કરવાની જાહેરાત કરી છે જ્યારે ભારતીય સૈન્યે આ ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.