બાલાકોટ પર એર સ્ટ્રાઇક બાદ ૨૭ ફેબ્રુઆરીથી પાકિસ્તાને બંધ કરી દીધેલા તેના એર સ્પેસને ભારત સહિત બીજા દેશોના વિમાનો માટે ખોલી દીધો છે. સોમવારે મધરાત બાદ ૧૨.૪૧ કલાકે પાકિસ્તાને આ જાહેરાત કરી હતી. ભારતીય ઉડ્ડયન વિભાગે આ મામલાની સમીક્ષા કર્યા બાદ બંને દેશો વચ્ચે વિમાનોનું આવાગમન નોર્મલ બન્યું છે. આ જાહેરાત બાદ એર ઈન્ડિયાની સાન ફ્રાન્સિસ્કો-દિલ્હી વચ્ચેની નોન-સ્ટોપ ફ્લાઇટ પાકિસ્તાન પર થઈને ભારત આવી હતી. સ્પાઇસ જેટની દુબઈ-જયપુર ફ્લાઇટ પણ પાકિસ્તાન પરથી આવતાં તેની ઓપરેટિંગ કોસ્ટમાં ઘટાડો થયો હતો.