ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા સ્થાનિક સ્તરે ફેલાયેલા 1337 કેસ નોંધાવાને પગલે સરકારે સંખ્યાબંધ શહેરોમાં લોકડાઉન જાહેર કર્યું હતું. જ્યાં 895 કેસ નોંધાયા છે તે જિલિન ઓદ્યોગિક પ્રાંતમાં સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 7,000 મિલિટરી જવાનોને તહેનાત કર્યા છે.
એક સપ્તાહ પૂર્વે ચાંગચૂન શહેરની ફરતે આવેલા જિલિન પ્રાંતમાં કોરોનાના 98 કેસ નોંધાયા હતા. ચીનની કોરોના મહામારી પ્રત્યેની ઝીરો ટોલરન્સ નીતિને કારણે કોઇપણ શહેરમાં કોરોનાના થોડા કેસો નોંધાય તો સમગ્ર શહેરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવે છે.