Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1334 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1255 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 71,507 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1110.10 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 33,60,318 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1334 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1255 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 95,265 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 82.84% ટકા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 7,46,934 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 7,47,504 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 525 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16501 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 93 છે. જ્યારે 16408 લોકો સ્ટેબલ છે. 95265 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3230 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 17 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1 આ પ્રકારે કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ