Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે બનાસ નદી બે કાંઠે વહેવા લાગી છે. બનાસ નદીમાં પાણીના સ્તર વધતાં કાંઠે વસતાં 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં છેલ્લા થોડાક દિવસથી સારો વરસાદ પડતાં બનાસ નદીમાં નવા નીર આવ્યા છે અને નદી બે કાંઠે વહેતાં જિલ્લા વહિવટી તંત્રએ અમીરગઢ પાસે નદી કિનારાના 13 ગામોને એલર્ટ કર્યા છે. અમીરગઢ, સરોત્રા, કાકવાડા, ઈકબાલગઢ, કરજા, બલુન્દ્રા સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. અમીરગઢના તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચીતમાં જણાવ્યું કે, બનાસ નદીના ઉપરવાસ રાજસ્થાનમાં વધારે વરસાદ પડ્યો છે ઉપરાંત અમીરગઢ તાલુકામાં વધુ વરસાદના કારણે બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે. તેને ધ્યાનમાં રાખતાં તકેદારીરૂપે 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ગામ લોકોને નદી તરફ ન જવા સૂચન કરવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ