સાણંદ-વિરમગામ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં રોડની સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરોને પાછળથી એક ટ્રેલરે ધડાકાભેર ટક્કર મારતા ત્રણ ટેક્ટરો નાળામાં ખાબક્યા હતા. આ અકસ્માતમાં ત્રણ ટ્રક્ટરોનો કચ્ચરઘાણ વળી ગયો છે, જ્યારે અન્ય ટ્રક્ટરોને સામાન્ય નુકસાન થયું છે. તો ટ્રેકની ટ્રોલીમાં રહેલો ડાંગરનો પાક રોડ પર ઢોળાઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.