આંતરરાષ્ટ્રીય સંસ્થા એમ્નેસ્ટીનો દાવો છે કે સિરિયાની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં સરકારી જેલમાં 13 હજાર લોકોને ફાંસીએ ચડાવ્યા છે. એમ્નેસ્ટીએ 84 સાક્ષીઓની મુલાકાતના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. સંસ્થાનું કહેવું છે કે ફાંસીના માંચડે ચડાવેલા મોટાભાગના નાગરિકો પ્રમુખ બશર અલ અસદના વિરોધીઓ હતા. એમ્નેસ્ટીએ માનવતા સામેના આ ગુનાઓને શરમજનક ગણાવ્યા.