હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં સૈંજમાં સોમવારે સવારે એક ખાનગી બસને અકસ્માત નડયો હતો, જેને પગલે બસમાં સવાર પૈકી ૧૩ લોકોના મોત નિપજ્યા હતા. બસમાં કુલ ૧૫ લોકો સવાર હતા જોકે બે લોકો ગંભીર રીતે ઘાયલ થઇ જતા તેમની સારવાર ચાલી રહી છે. બસ જંગલા ગામમાં ૨૫૦ મીટર ઉંડી ખાઇમાં પડી ગઇ હતી. જેને પગલે ૧૩ લોકો માર્યા ગયા હતા.
એવા અહેવાલો છે કે હિમાચલ પ્રદેશના જે રોડ પર આ બસ જઇ રહી હતી તે અત્યંત કાચો હતો, જેને પગલે મુસાફરોએ પણ આ રોડ પર બસ ન ચલાવવા ડ્રાઇવર અને બસ સંચાલકોને ચેતવ્યા હતા. જોકે તેમની આ વિનંતી પર ધ્યાન ન આપવામાં આવ્યું અને ડ્રાઇવરે તે જ રસ્તે બસ ચલાવી જેને પગલે એક ખાઇમાં બસ ખાબકી હતી.