મોદી સરકારે બુધવારે ખેડૂતોને બંપર ગિફ્ટ આપી છે. બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં અનાજ અને કઠોળના લઘુતમ સમર્થન મૂલ્યમાં વધારો કર્યો છે. અનાજના એમએસપીમાં પ્રતિ ક્વિંટલ ૬૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે અનાજની એમએસપી વધીને ૧,૮૩૫ રૂપિયા પ્રતિ ક્વિંટલ થઈ છે. આ સિવાય મકાઈ, બાજરી, મગફળી, તુવેર સહિત ૧૩ અનાજ અને કઠોળની એમએસપીને વધારવાનો નિર્ણય લેવાયો છે. જુવારની એમએસપીમાં પ્રતિ ક્વિંટલ ૧૨૦ રૂપિયાનો અને રાગીમાં પ્રતિ ક્વિંટલ ૨૫૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે તુવેરમાં ૧૨૫ રૂપિયા, મગમાં ૭૫ રૂપિયા, અડદમાં ૧૦૦ રૂપિયા, તલમાં ૨૩૬ રૂપિયા, મગફળીમાં ૨૦૦ રૂપિયા, બાજરામાં ૫૦ રૂપિયા, સોયાબીનમાં ૩૧૧ રૂપિયા, કપાસમાં ૧૦૫ રૂપિયા અને સૂરજમુખીમાં ૨૬૨ રૂપિયાનો વધારો કરાયો છે.