રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલ જાણકારી મુજબ, કોરોનાના આજે 20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ સુરતમાં એક અને ભૂજમાં 1કેસ નોંધાયો છે. આમ કોરોના હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ગયો છે. આ સાથે આજે કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 128 દર્દી થઈ ગયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, આજે સાંજે નોંધાયેલા 6 કેસ પૈકી જામનગરમાં એક 14 માસના બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામ્યો છે. આ બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.