ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 122 કેસો સામે આવ્યા છે જે સાથે જ આ વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા વધીને 480 સુધી પહોંચી ગઇ છે.
જ્યારે વિશ્વભરમાં આશરે 108થી વધુ દેશોમાં ઓમિક્રોન ફેલાઇ ચુક્યો છે અને વૈશ્વિક કુલ કેસોની સંખ્યા વધીને 1.51 લાખને પાર પહોંચી ગઇ છે. જેમાં બ્રિટન અને અમેરિકા તેમજ દક્ષિણ આફ્રિકા મોખરે છે. આ વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં 26 લોકોના મોત થયા છે. દરમિયાન ભારતમાં અનેક રાજ્યોમાં રાત્રી કરફ્યૂ લાગુ કરી દેવાયા છે.