લોકસભા ચૂંટણી 2024માં કુલ 8,360 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે અને તેમાથી 8,337 ઉમેદવારોની શેક્ષણિક પશ્ચાદભૂમિની એસોસિયેશન ફોર ડેમોક્રેટિક (ADR)એ ચકાસણી કરી છે. તેના રિપોર્ટ મુબજ આ ચૂંટણીમાં કુલ ઉમેદવારોમાંથી 121 ઉમેદવાર અભણ છે, 359 ઉમેદવાર આઠમું પાસ છે અને 647 ઉમેદવાર આઠમુ પાસ છે, કુલ 1,303 ઉમેદવારોએ પોતાને 12મું પાસ અને 1502 ઉમેદવારોએ પોતાને સ્નાતક જાહેર કર્યા છે, જ્યારે 198 ઉમેદવાર પાસે ડોક્ટરેટની ડિગ્રી છે