ફલોરિડાના પશ્ચિમ કાંઠે 33 લાખની વસતી ધરાવતાં ટેમ્પા બે વિસ્તારથી દક્ષિણે 112 કિમીના અંતરે હરિકેન મિલ્ટન ગુરૂવારે સવારે કેટેગરી થ્રી વાવાઝોડાં તરીકે જોરદાર પવન અને વરસાદ સાથે ત્રાટકતાં ત્રણ જણાંના મોત થયા હતા અને 32 લાખ ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી. ગવર્નર રોન સેન્ટિસે હજી દિવસો સુધી પાણીનું સ્તર વધવાથી વિનાશ વધવાની ચેતવણી આપી હતી. કેટલાક વિસ્તારોમાં 18 ઇંચ વરસાદ પડયો હતો અને સારાસોટા કાઉન્ટીમાં આઠથી દસ ફૂટ સુધી પાણીના મોજાં ઉછળ્યા હતા.