દેશના 12થી પણ વધારે રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બીજી અને ત્રીજી મેના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડું ત્રાટકી શકે છે. તે સિવાય ચોથી મેના રોજ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે જ્યારે આંદામાન-નિકોબારમાં પાંચમી મે સુધી ભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક સહિત કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.