નવ રાજ્યોમાં રાજ્યસભાના સાંસદપદે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જોકે ચૂંટણી પહેલા જ ભાજપના નવ અને તેના સાથી પક્ષોના બે સાંસદો વિરોધ વગર ચૂંટણી જીતી ગયા હતા. જે સાથે જ રાજ્યસભામાં એનડીએની સ્થિતિ ફરી મજબુત થઇ ગઇ છે અને બહુમતની નજીક પહોંચી ગઇ છે. રાજ્યસભામાં હાલની સ્થિતિ મુજબ બહુમત માટે ૧૧૯ બેઠક જરૂરી છે. ભાજપ પાસે હવે ૯૬ જ્યારે એનડીએ પાસે કુલ ૧૧૨ બેઠકો છે. આ ઉપરાંત છ નિમાયેલા સાંસદો અને એક અપક્ષનો પણ ટેકો છે.