શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં સવારે 11:30 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેની આસપાસની ફેક્ટરીઓની છત તૂટી પડી હતી. જેમાં એક કાપડના ગોડાઉનનો પણ સમાવેશ થાય છે. આ બ્લાસ્ટને કારણે કાપડની ફેક્ટરી દબાયેલા 12 લોકોનાં મોત થઈ ગયા છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ બાદ આગની ઘટના પણ બની હતી. આ દુર્ઘટનાની નોંધ પીએમ મોદીએ પણ લીધી છે. પીએમ મોદીએ આ મામલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. આ મામલે સીએમ વિજય રૂપાણીએ મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે, "અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે."