હળવદ જીઆઇડીસીમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આજે બપોરે બાર વાગ્યા આસપાસ રાબેતા મુજબ શ્રમિકો મીઠાની કોથળી ભરવાનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન કોઈ કારણોસર ધડાકાભેર ૧૨-૧૫ ફૂટ ઉંચી દીવાલ ધસી પડી હતી. પરિણામે ત્યાં કામ કરતા ૧૩ જેટલા શ્રમિકો દટાઇ ગયા હતા. જેમાં દીવાલનાં કાટમાળ અને મીઠાની થેલીઓ નીચે દટાઈ જવાથી ત્રણ બાળકો સહિત ૧૨ શ્રમિકોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક શ્રમિકને કાટમાળ નીચેથી બહાર કાઢીને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.ગોજારી દુર્ઘટનાને પગલે સરકારી તંત્રને દોડધામ થઈ ગઈ હતી અને મુખ્યમંત્રીએ પણ હળવદ દોડી આવીને ત્વરીત તપાસ રીપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.