પ્રયાગરાજમાં ૧૨ વર્ષ પછી યોજાયેલો મહાકુંભ એટલે કે કુંભમેળો દુનિયાની વિરલ ઘટના બની રહયો છે. ધાર્મિક અને આધ્યાત્મિક ચેતના જગાડનારા કુંભમેળામાં કરોડો ભાવિકો ડુબકી સ્નાનનો લાભ લઇ રહયા છે. નાગા સાધુઓ અને વિવિધ અખાડાઓએ ધૂણી ધખાવી છે ત્યારે પ્રયાગરાજની શિવનગરીમાં ૭ કરોડ અને ૫૧ લાખ રુદ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવેલા ૧૨ જયોતિર્લિગ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.