રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 12 એવા ખાતા શોધ્યો છે જેમની NPA બેંકોની કુલ NPAના 25 ટકા થાય છે. આ દરેક કંપનીઓએ બેંકને 5,000 કરોડથી વધુ રકમ ચૂકવવાની બાકી છે. આ તમામ કંપનીઓ સામે નાદારીના કાયદા હેઠળ કાર્યવાહી થશે.ઉલ્લેખનીય છે કે ભારતીય બેંકોની કુલ NPA 8 લાખ કરોડ છે. તે પૈકી 6 લાખ કરોડ NPA સરકારી બેંકોની છે.