ભારતનાં ચાર રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ અને કેરળમાં બર્ડ ફ્લૂ ફેલાયો હોવાનું કેન્દ્ર સરકારે સમર્થન આપી ૯ જિલ્લામાં ૧૨ સ્થળને બર્ડ ફ્લૂના એપી સેન્ટર જાહેર કર્યાં છે. રાજસ્થાનના ૩, મધ્યપ્રદેશના ૩, હિમાચલના એક અને કેરળના બે જિલ્લામાં ૧૨ સ્થળોએ પક્ષીઓમાં બર્ડ ફ્લૂ ફાટી નીકળતાં લાખો પક્ષીઓનાં મોત થયાં છે. મંત્રાલયે એડવાઇઝરી જારી કરી એવિયન ઇન્ફ્લુએન્ઝાની ગાઇડલાઇન પ્રમાણે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. સરકારે રાજ્યોને મદદ કરવા નિષ્ણાંતોની ટુકડીઓ મોકલી આપી છે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા દિલ્હીમાં એક કન્ટ્રોલ રૂમની સ્થાપના કરાઇ છે. સરકારે જણાવ્યું હતું કે, દેશમાં હજુ માનવીમાં બર્ડ ફ્લૂનું સંક્રમણ સામે આવ્યું નથી. પરંતુ માનવીમાં તેનો પ્રસાર નકારી શકાય નહીં. પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, ઇંડા અને માંસ બરાબર રાંધીને ઔખાવા જોઇએ.
બીજી તરફ ૧૦ યુરોપિયન દેશમાં બર્ડ ફ્લૂનો રોગચાળો જોવા મળી રહ્યો છે. નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, બ્રિટન, ડેન્માર્ક, સ્વીડન, પોલેન્ડ, ક્રોએશિયા અને યુક્રેનમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે.
ભારતમાં બર્ડ ફ્લૂના એપી સેન્ટર
૧. રાજસ્થાન : બારન, કોટા અને ઝાલાવાડ જિલ્લા
૨. મધ્યપ્રદેશ : મંદસૌર, ઇન્દોર અને માલવા જિલ્લા
૩. હિમાચલપ્રદેશ : કાંગડા જિલ્લો
૪. કેરળ : કોટ્ટયમ, આલાપુઝા જિલ્લા
વિશ્વમાં બર્ડ ફ્લૂના દસ્તક
૧. ફ્રાન્સ : ૬ લાખ મરઘાંનો નાશ કરવાની યોજના
૨. જર્મની : ૬૨,૦૦૦ ટર્કી અને બતકનો નાશ કરાશે
૩. દ. કોરિયા : દેશભરના પોલ્ટ્રી ફાર્મને હાઇએલર્ટના આદેશ
૪. જાપાન : આખા દેશના પોલ્ટ્રી ફાર્મને ડિસઇન્ફેક્ટ કરવા આદેશ