પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યં કે આવક વધે તો જીએસટીના ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબને મર્જ કરી શકાય છે. આ રીતે જીએસટીને દ્વિસ્તરીય બનાવી શકાય છે. વૈભવી અને હાનિકારક વસ્તુઓને બાદ કરતા ૨૮ ટકા સ્લેબ લગભગ ખતમ થઈ ગયો છે. જીએસટીના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે જેટલીએ સોમવારે એક ફેસબુક પોસ્ટ લખી હતી જેમાં તેમણે કહ્યું કે ૨૦ રાજ્યોની આવકમાં ૧૪ ટકાનો વધારો થયો છે. જીએસટી લાગુ થયા બાદ થયેલ નુકસાનની ભરપાઈ માટે હવે તેમણે કેન્દ્રના વળતરની જરૂર નથી. ઉપભોક્તાઓ સાથે જોડાયેલી મોટાભાગની વસ્તુઓ ૧૮ ટકા , ૧૨ ટકાના સ્લેબમાં લાવવામાં આવી છે.