મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં સ્થિતિ વિવિધ સરકારી વિભાગોની ઓફિસો ધરાવતા સતપુડા ભવનમાં આગ લાગી હતી. સીઆઈએસએફ અને ફાયર બ્રિગેડ કર્મચારીઓએ ૧૫ કલાક સુધી મથામણ કર્યા પછી આગ કાબુમાં આવી હતી. જોકે, આ પહેલાં અલગ અલગ વિભાગોની ૧૨,૦૦૦ ફાઈલો આગમાં ખાખ થઈ ગઈ. આ આગમાં ૬ માળની ઈમારતના ૪ માળમાં ૮૦ ટકા ભાગ સળગી ગયો છે.