પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ગુજરાતમાં 20 સહિત 1132 મેડલોની જાહેરાત કરાઈ છે. આ વખતે બે રાષ્ટ્રપતિ વિરતા મેડલ, 275 વીરતા મેડલ, 102 રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા ચંદ્રક, જ્યારે 753 મેરીટોરીયસ સર્વિસ મેડલની જાહેરાત કરાઈ છે. આ મેડલોમાં પોલીસ સેવા, સીએપીએફ, ફાયર સેવા, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ સર્વિસ, સુધારાત્મક સેવા સહિતના મેડલોની જાહેરાત કરાઈ છે.
ગુજરાતના 20 મહાનુભાવો માટે મેડલ જાહેર
ગુજરાત માટે 20 મેડલની જાહેરાત કરાઈ છે, જેમાં 18 પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ પોલીસચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે. વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ બે અધિકારીઓને જાહેર કરવામાં આવ્યા છે. પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ માટે 16 અધિકારીઓના નામ જાહેર કરાયા છે. SRP નડીઆદમાં DYSP શશીભૂશન શાહ તેમજ ભરૂચના ASI પ્રદીપ મોઘેને વિશિષ્ટ મેડલ એનાયત કરવામાં આવશે. વિશિષ્ટ સેવામાં અમદાવાદ રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહ તેમજ ટ્રાફિક JCP નરેન્દ્ર ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.ગાંધીનગરના IPS રાઘવેન્દ્ર વત્સ સહિત જૂનાગઢ DYSP ભગિરથસિંહ ગોહિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા SRP DYSP કિરીટ ચૌધરી સને ભમરાજી જાટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. PSI દિલીપસિંહ ઠાકોર, અલ્તાફખાન પઠાણ, કમલેશસિંહ ચાવડા, શૈલેષ પટેલ, યોગેન્દ્રસિંહ રાઠોડનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ASI શૈલેષ દુબે, જલુભાઈ દેસાઈ, જયેશ પટેલ, અભેસિંગ રાઠવા, સુખદેવ ડોડીયાનું નામ જાહેર પોલીસ ચંદ્ર્ક માટે જાહેર કરવામાં આવ્યું છે.