Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે ૬ મહિના કરતાં વધુ સમયથી ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરનાર ૧,૬૩,૦૦૦થી વધુ બિઝનેસ સંસ્થાના જીએસટી રજિસ્ટ્રેશન રદ કરી નાખ્યા છે. આમાં એકલા અમદાવાદ ઝોનમાં ૧૧,૦૪૮ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યાં છે. હજારો કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં છેતરપિંડી કરવા માટે બોગસ કંપનીઓ ઊભી કરી રાતોરાત પોબારા ગણી જતા લેભાગુઓના દૂષણને ડામવા માટે સરકાર દ્વારા આ પગલું લેવાયું છે. ૬ મહિના કરતાં વધુ સમયથી GSTR-3B રિટર્ન નહીં ભરવાના કારણે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ૧,૬૩,૦૪૨ બિઝનેસ સંસ્થાના જીએસટી રજિસ્ટ્રેશન રદ કરી દેવાયાં છે. બિઝનેસ સંસ્થાઓએ દર મહિને GSTR-3B રિટર્ન ફાઇલ કરવાનું રહે છે. ચેન્નઇ ઝોનમાં ૧૯,૫૮૬ રજિસ્ટ્રેશન રદ કરાયાં છે. ૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી છેલ્લા ૬ મહિના કરતાં વધુ સમય દરમિયાન GSTR-3B રિટર્ન ફાઇલ નહીં કરનાર ૨૮,૬૩૫ બિઝનેસ સંસ્થાઓ સામે GST રજિસ્ટ્રેશન રદ કરવાનું શરૂ કર્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ