જામનગર એરપોર્ટ પર ફ્લાઈટ વખતે સ્ટેન્ડ ટૂ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંસદસભ્ય પુનમબેન માડમનાં હસ્તે શુભારંભ કરાયો હતો. જામનગર એરપોર્ટ ખાતે જ્યારે પણ મુંબઈ સહિતના શહેરોથી કે કોઈપણ ફ્લાઇટ આવશે ત્યારે આ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સ્ટેન્ડ ટુ રહેશે અને આપત્તિના સમયની તબીબી પરિસ્થિતિને પહોંચી વળાશે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.