મહારાષ્ટ્રમાં વસઈના ચિંચોટી ઝરણામાં ફસાયેલા 107 લોકોમાંથી 106 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે, અને 1નું મોત થયું છે. અધિકારીઓ પ્રમાણે તમામ લોકો પિકનિક મનાવવા માટે ચિંચોટી ધોધ પર ગયા હતા અને ન્હાવા લાગ્યા હતા. જો કે ભારે વરસાદના પગલે તેઓ ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોને કાઢવા માટે એરફોર્સના હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી.