ઇટાલિમાં કોરોનાના 101 વર્ષના પેશન્ટ સાજા થયા છે. કદાચ વિશ્વમાં તેઓ કોરોનાથી રોગમુક્ત થયેલા સૌથી વયોવૃદ્ધ દર્દી હોવાનું માનવામાં આવે છે.
ઈટાલિના સમાચાર માધ્યમો દ્વારા આ વૃદ્ધની ઓળખ મી. 'પી' તરીકે આપવામાં આવી છે. રિમિની શહેરના વાઇસ મેયર ગ્લોરીયા લીઝીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઈટાલિમાં હાલ ચોમેરથી માઠા સમાચારોનો પ્રવાહ આવી રહ્યો છે ત્યારે 100 વર્ષ વટાવી ગયેલા દર્દી પણ સાજા થયા છે તેનાથી અમને બધાને નવી આશા જાગી છે.