પશ્ચિમ આફ્રિકામાં આવેલા બુર્કિના ફાસો દેશના સોલ્હાન ગામમાં અજાણ્યા બંદુકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કરતાં ૧૦૦ લોકોનાં મોત નીપજ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘવાયા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં આ બુર્કિના ફાસોમાં થયેલો સૌથી ઘાતક હુમલો હતો.
સરકારી પ્રવક્તા ઔસેની ટામ્બૌરાએ જણાવ્યું કે, આ હુમલા પાછળ જેહાદીઓનો હાથ હતો. તેમણે સાહેલના યાગ્ના પ્રોવિન્સમાં આવેલા સોલ્હાન ગામને નિશાન બનાવ્યું હતુ. નિજેરની સરહદ નજીક આવેલા વિસ્તારના બજાર અને કેટલાક લોકોના ઘરોને પણ આ હુમલા
ખોરોએ બાળી મૂક્યા હતા. બુર્કિના ફાસોના પ્રમુખ રોચ માર્ક ક્રિસ્ટીન કાબોરેએ આ હુમલાને જંગલી ગણાવ્યો હતો.