દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે એક આંતરરાજ્ય નાર્કોટિક ડ્રગ કાર્ટેલનો ભાંડો ફોડી ૧૫ કિલો હેરોઇન પકડયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ૧૦૦ કરોડ રુપિયા છે. સ્પેશ્યલ સેલના ડીસીપી અમિત કૌશિક મુજબ મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં એક આંતરરાજ્ય માદક પદાર્થ ગેંગ સક્રિય છે. આ ગેંગ મ્યાનમારથી દિલ્હી સહિત દેશના કેટલાય ભાગોમાં હેરોઇન પૂરુ પાડે છે.