જમ્મુ કાશ્મીરમાં બારે બરફવર્ષાના લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ સમયે શ્રીનગર પાસે એક મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા ઇમરજન્સીની પરિસ્થિતિ ઉભી થઇ હતી. આવા સમયે જાંબાઝ જવાનો તેની મદદે આવ્યા હતા. ભારતીય આર્મીના ચિનાર કોર્પ્સના 100 જવાનો 30 અન્ય નાગરિકો સાથે તે મહિલાને સ્ટ્રેચર પર લઇને ચાર કલાક સુધી ચાલ્યા હતા. બરફની વચ્ચે આ ભારે મહેનત વાળું કામ કરીને તેમણે યોગ્ય સમય સુધીમાં મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. હોસ્પિટલ ખાતે ડૉક્ટરોએ મહિલાની ડિલિવરી કરાવી હતી. હાલ મહિલા અને બાળક બંનેની તબિયત સારી છે.