રેડ એલર્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. નવસારી જિલ્લામાં આકાશી આફત વરસતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા-કાવેરી-અંબિકામાં ત્રીજી વખત ઘોડાપુર આવતા જિલ્લો જળમગ્ન બન્યો છે. પૂર્ણા-કાવેરી નદીનાં પૂરમાં ફસાયેલા લોકોની હેલિકોપ્ટરથી બહાર કાઢવામાં આવ્યા હતા. ને.હા.નં.૪૮ પર ઠેર-ઠેર પાણી ભરાતા ચીખલીથી વલસાડ સુધી બંધ કરાયો છે. નવસારીમાં કરંટ લાગતા આશાસ્પદ યુવાનનું કરૂણ મોત થયું છે. જિલ્લાનાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. કાવેરી નદી દેસરામાં ઓવરફલો થતા પાળો તોડી સોમનાથ તળાવમાં પાણી ભરાય છે. જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં સરેરાશ ૧૧.૩૮ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ૧૭.૪ ઈંચ વાંસદામાં, જલાલપોરમાં ૧૧.૦ ઈંચ, ચીખલીમાં ૧૦.૬ ઈંચ, ખેરગામમાં ૧૦.૫ ઈંચ, ગણદેવીમાં ૧૦.૦ ઈંચ અને નવસારીમાં ૮.૮ ઈંચ પાણી ઝીંકાયુ છે. જ્યારે વલસાડમાં ઉપરવાસમા વરસાદને લીધે અઠવાડીયામાં બીજીવાર પૂર આવ્યું છે. ડાંગમાં વરસાદને કારણે અનેક ગામોનો સંપર્ક કપાયો છે.