લોકસભામાં મોદી સરકારે જાહેર કર્યું હતું કે રૂપિયા 10ની પ્લાસ્ટીક નોટનું પાંચ શહેર કોચી (કેરળ), મેસુર (કર્ણાટક), જયપુર (રાજસ્થાન), શિમલા (હિમાચલ પ્રદેશ) અને ભુવનેશ્વર (ઓડિસા)માં જલ્દી ટ્રાયલ કરવામાં આવશે. 2000 રૂપિયાની નોટ નજીકના ભવિષ્યમાં બંધ કરાશે તેવી અટકળો અંગે સરકારે કહ્યું હતું કે બે હજારની નોટ બંધ નહીં થાય અને બંધ કરવાનો કોઇ પ્રસ્તાવ પણ નથી.