કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય CISFમાં ખાલી જગ્યાઓની ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની પણ જાહેરાત કરી છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે અગ્નિવીરોની BSF ભરતીમાં આવી જ જાહેરાત કરી હતી. આ ઉપરાંત મંત્રાલયે અગ્નિવીરોની ઉપલી વય મર્યાદામાં છૂટછાટની પણ જાહેરાત કરી છે જે અગ્નિવીરોની પ્રથમ બેચ અથવા પછીની બેચના આધારે ઉપલબ્ધ થશે.