મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને નોકરી તથા શિક્ષણમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ કરતાં વિધેયકને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પૂર્વે મરાઠા અનામત આંદોલનને શાંત પાડવાના હેતુથી અને મરાઠા આંદોલનકારીઓની માગણી અનુસાર મહારાષ્ટ્ર સરકારે આજે રાજ્ય વિધાનસભાનું વિશેષ અધિવેશન બોલાવ્યું હતું. વિધાન સભા તથા વિધાન પરિષદ એમ બંને ગૃહોમાં શાસક અને વિપક્ષે સર્વાનુમતિથી કોઈ જાતની વિશેષ ચર્ચા વિના ગણતરીની મિનિટોમાં જ બિલ પસાર કરી દીધું. હતું. આ વિધેયકના અણલ સાથે રાજ્યમાં કુલ અનામતની ટકાવારી વધીને ૬૨ ટકા થઈ જશે.