છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો, આ દરમિયાન ત્રણ મહિલાઓ સહિત કુલ ૧૦ નક્સલીઓ માર્યા ગયા હતા. છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી વિજય શર્માએ આ જાણકારી આપી હતી. છેલ્લા ૧૫ દિવસમાં નક્સલીઓ સામે સુરક્ષા દળોની આ બીજી મોટી કાર્યવાહી છે. શર્માએ દાવો કર્યો હતો કે નક્સલીઓ સામેના ઓપરેશનમાં આ મોટી સફળતા છે.