કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એનડીએ સરકારના પ્રથમ ૧૫ દિવસના કામકાજને ધ્યાનમાં રાખીને આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે આ ૧૫ દિવસ દરમિયાનની ૧૦ મોટી ઘટનાઓની યાદી પણ જાહેર કરી હતી. જેમાં બંગાળમાં ટ્રેન અકસ્માત, કાશ્મીરમાં આતંકી હુમલો વગેરેનો પણ સમાવેશ થાય છે. સાથે આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર બેક ફૂટ પર છે.