Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર હેઠળ આવતા વિવિધ સરકારી વિભાગોમાં ૧૦ લાખ નોકરીઓના પદ ખાલી પડયા છે. આ જાણકારી ખુદ રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ૧ માર્ચ, ૨૦૨૧ સુધીના આંકડા મુજબ કેન્દ્ર સરકાર હેઠળના વિભાગોમાં ૯.૯૭ લાખ પદો ખાલી પડયા છે. જ્યારે આ વિભાગોમાં કુલ કર્મચારીઓ-અધિકારીઓના મંજૂર કરાયેલા કુલ પદોની સંખ્યા ૪૦.૩૫ લાખ આસપાસ છે જેમાંથી આ ૧૦ લાખ પદ હાલ ખાલી પડયા છે.
આ ૪૦.૩૫ લાખ પદોમાંથી ૩૦,૫૫,૮૭૬ પદો પર હાલ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. 
કર્મચારીઓની નિવૃતિ, નિધન, પ્રમોશન, રાજીનામા વગેરેને કારણે આ પદો ખાલી પડયા છે તેમ કેન્દ્રએ જણાવ્યું હતું. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ