ભારતમાં યુવાધનને બરબાદ કરી રહેલા ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. વિમાન મથકો, બંદરગાહો અને બોર્ડર પારથી ડ્રોન દ્વારા વિદેશથી ડ્રગ પહોંચાડવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૭ જુલાઇના રોજ દેશના વિવિધ ભાગોમાં ૨૩૮૧ કરોડ રુપિયાની કિંમતના ૧.૪૦ લાખ કિલોગ્રામ ડ્ગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા ડ્રગ તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા વિષય પર ક્ષેત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.