સોની ગુ્રપ કોર્પે તેના ભારતીય યુનિટ સાથે ઝી એન્ટરટેઇનમેન્ટ સાથે ૧૦ અબજ ડોલરની મર્જરની સમજૂતી રદ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મર્જર પછી અસ્તિત્ત્વમાં આવનાર નવી કંપનીનું નેતૃત્ત્વ કોણ કરશે તે મુદ્દે સંમતિ સાધી ન શકાતા આ સમજૂતી રદ કરવામાં આવી છે.
ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝના સીઇઓ અને એમડી પુનિત ગોયનકાએ આ સમાચાર એવા સમયે મળ્યા જ્યારે તે રામ મંદિર સમારંભમાં સામેલ થવા માટે અયોધ્યામાં હતાં. તેમણે ત્યાંથી જ આ માહિતી એક્સ પર શેર કરી હતી. ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે આ પ્રભુની તરફથી મળેલા સંકેત છે.