પાકિસ્તાન-ચીન સહિત વિદેશની જેલોમાં કેટલા ભારતીયો કેદ છે અને કેટલા ભારતીયો ફાંસીની સજા ફટકારવામાં આવી છે? તે અંગે કેન્દ્ર સરકારે આજે રાજ્યસભામાં જવાબ સાથે ડેટા રજૂ કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, વિદેશમાં 10,152 ભારતીય નાગરિકોને વિવિધ ગુના હેઠળ દોષિત જાહેર કરાયા છે અથવા તો ટ્રાયલ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે 49 ભારતીય નાગિરકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.