આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. રિઝર્વ બેંકને પેટીએમમાં કેટલીક ગેરરીતિઓ મળ્યા બાદ તેની સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, પેટીએમ પેમેન્ટ્સ બેંકનું લાઇસન્સ પણ રદ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેટીએમ પેમેન્ટ્સ બેંકના 1 હજારથી વધુ ગ્રાહકોના એકાઉન્ટ સાથે એક જ PAN સાથે જોડાયેલા હતા..