કોરોના વાયરસ સામે ચાલી રહેલા જંગની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ક્રેશ કોર્સની શરૂઆત કરી છે. આ કોર્સ અંતર્ગત એક લાખ યુવાઓને ફ્રન્ટલાઇન વર્કર્સતરીકે તૈયાર કરવાનો લક્ષ્ય રાખ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ કોર્સને ટોપ એક્સપર્ટ્સે સાથે મળી તૈયાર કર્યો છે. આ દરમિયાન તેઓએ કોરોના વાયરસ (Covid-19)ને લઈ ચેતવણી પણ આપી છે. તેઓએ કહ્યું કે કોરોના હજુ પણ આપણી વચ્ચે જ છે અને તેના મ્યૂટેશનની થવાની શક્યતા પણ રહેલી છે.
PM મોદીએ જાણકારી આપી છે કે આ ક્રેશ કોર્સ માત્ર બે કે ત્રણ મહિનામાં પૂરો થઈ જશે. જેને કારણે યુવા કામ માટે તાત્કાલિક તૈયાર પણ થઈ શકશે. આ પ્રોગ્રામ દેશભરના 26 રાજ્યોમાં સ્થિત 111 સેન્ટર્સ પર લૉન્ચ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, દરેક સાવધાનીની સાથે, આવનારા પડકારોનો સામનો કરવા માટે આપણે દેશની તૈયારીઓને વધારવી પડશે. આ લક્ષ્યની સાથે આજે દેશમાં લગભગ 1 લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે.